Skip to main content

અણધાર્યા સંબંધોની વેદના..

મારાકન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનોઅવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એકજોરદાર અવાજ આવ્યો, બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોયએવો ! મેં ઉપર જોયું. ખરેખર, એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક, સાડા છ ફીટનીઉંચાઈ, કદાવર દેહ, શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજદાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમરંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે !
શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપરમોટી મોટી આંખો, દુશ્મનને ડારી નાખે, પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવીલાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે, પણ સાવ કવિ જેવો સ્ત્રૈણભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે.
મેં ઉપર જોયું, ત્યારે એ મને સેલ્યુટકરતો ઊભો હતો. આ મિલિટરીવાળાનીસલામ કરવાની વાત મને ગમી, પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકોઆટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું નથી. પહેલાં તો હું માનતોહતો કે આમાં માત્ર સામાવાળાનું ધ્યાન દોરવાનો જ હેતુ હોય છે, પણ એવું હોયતો બોલીને ક્યાં ધ્યાન નથી દોરાતું ? આમાં બીજું શું કે ફર્શને નુકશાનથવાનો ડર અને આવો અવાજ સાંભળીને મારા જેવા પોચટ માણસના હૃદયને જરા થડકાજેવું લાગી જાય. જો એ હટ્ટોકટ્ટો માણસ લશ્કરી આદમી ન હોત તો હું ચોક્કસ એનેકહેત કે ભાઈ, સલામ મારતાં રહેવું, એમાં પાપ નથી, પણ આ બૂટવાળો ભાગ જરા…..!
ગુડ મોર્નિંગ સર, આઈ એમ રાજિન્દરસિંહ કાલરા, આઈ એમ એ મિલિટરી મેન !
ગુડ મોર્નિંગ, બૈઠિયેમેં કહ્યું, પણ એ બેઠો નહિ.
માફ કરના મેં અપની વાઈફ કો લેકે આયા હૂં.કહીને એ દરવાજામાં ઊભેલી એનીપત્નીને માનભેર લઈને અંદર આવ્યો. પેલી પણ જંગલના રાજા સાથે શોભે એવી જપંજાબી કુડી હતી. મેં એની સામે જોયું. ચોમાસાના તળાવની જેમ ભરેલી લાગતીહતી. એ બેઠી, ત્યાર પછી જ સરદારજી ખુરશીમાં બેઠા. હું પતિ-પત્નીને જોઈ જરહ્યો. પૌરુષત્વથી છલકાતો જુવાન જ્યારે સ્ત્રીને, બીજી કોઈ સ્ત્રીને તો ઠીકછે, પણ ખુદ પોતાની પત્નીને આટલા માનથી અને આટલા સ્ત્રીદાક્ષિણ્યથી બોલાવે એમારા માટે આનંદનો વિષય રહ્યો છે. આ માણસ દુશ્મનનો કચ્ચરઘાણ કાઢતો હશેત્યારે કેટલો પથ્થરદિલ બની જતો હશે, પણ અત્યારે એક સ્ત્રી સાથેના વર્તનમાં એકેટલી નજાકતથી પેશ આવતો હતો ! મારે એને કહેવું હતું કે, ‘યાર, કાં તો આછોલી નાંખે એવા કપડાં બદલાવી નાંખ અને કાં તો પછી સ્વભાવની આ મુલાયમતા છોડીદે ! બંનેનો મેળ નથી બેસતો.પણ પછી લાગ્યું કે એનું નજાકતભર્યું વર્તનએના પડછંદ વ્યક્તિત્વને ઓપ આપતું હતું, એને સંપૂર્ણ બનાવતું હતું.
સાબ મૈં એન્ટિટેરેરિસ્ટ સ્ક્વોર્ડમેં હૂં. મેરી ડ્યૂટી કા કોઈ ઠિકાનાનહીં હોતા, જહાં ભી કોઈ ગરબડી ફૈલે, હમેં વહાં જાના પડતા હૈ. ઓર આપ તોજાનતે હૈં કી આજકલ….’ એનું અધૂરું વાક્ય મેં મનમાં જ પૂરું કરી લીધું. આખોદેશ આજકાલ ભડકે બળી રહ્યો છે, હર શાખપે ઉલ્લુ બેઠા હૈ, ધીમે ધીમે આખાદેશમાં બે જ જાતિ રહેશે, એક આતંકવાદીની અને બીજી દેશભક્તોની ! પણ આસરદારજીની અહીં અમદાવાદમાં શી જરૂર પડી હશે ?

મેરી ડ્યુટી તો આજકલપંજાબમેં હૈ, સર ! લેકીન મેરી શાદીકો અભી સાત આઠ મહિને હી હુએ હૈ. આપ દેખસકતે હૈ કિ મેરી વાઈફ….’ એણે અટકીને પત્ની સામે જોયું. ભરેલું તળાવ શરમાઈગયું. સરદારજીએ વાતનો છેડો ફરીથી પકડી લીધો, ‘મેરે સસુરજી યહાં અહમદાબાદમેંહૈં, ઈસલિયે મેં ઉસકો યહાં ડિલિવરી કે લિયે છોડને આયા હૂં.
હુંસમજી ગયો : સરદારજી, આપ ઉનકી ફિક્ર મત કરના. મેં પૂરા ખયાલ રખૂંગા.એનીઆંખોમાં મેં જાણે અત્યારે જ બાળકના જન્મના સમાચાર આપ્યા હોય તેવો ભાવ ઊમટતોહતો. મેં એની પત્નીની શારીરિક તપાસ કરી, દવાઓ લખી આપી, પ્રસૂતિની તારીખકાઢી આપી અને ફરીથી બતાવવા આવવાની સલાહ પણ આપી. સરદારજીને ચિંતા એક જ વાતનીહતી. એના બાળકના જન્મ સમયે એને રજા મળશે કે કેમ ? કારણ કે એની છુટ્ટીનોઆધાર એની પરિસ્થિતિ પર નહિ, પણ દેશના સંજોગો પર હતો. એણે મને વિનંતી કરી :લિજીયે સા? યે મેરા હેડકવાર્ટસ કા પતા…. જૈસે હી ખુશખબરી આયે, મેરે નામએક ટેલિગ્રામ ભેજ દેના. આપકા ટેલિગ્રામ મેરે લિયે મેડિકલ સર્ટિફિકેટ કાકામ કરેગા. મુઝે ઉસી દિન છુટ્ટી મિલ જાયેગી…..’
અમારી વાતચીત હજુચાલી જ રહી હતી, ત્યાં બહારથી મારો ચારેક વર્ષનો પુત્ર દડબડ દોડતો અંદર ધસીઆવ્યો. દિવસમાં એકાદ-બે વાર આવી રીતે મારી પાસે દોડી આવવાની એને ટેવ છે.આજે એ આવતાં તો આવી ગયો પણ આ કદી ન જોયેલા ડરામણા માનવીને જોઈને ત્યાં જઊભો રહી ગયો. એના મનમાં જાગી રહેલા ઘણા બધા પ્રશ્નો હું સમજી શકતો હતો.કદાચ સરદારજી પણ સમજી ગયા હશે. એ ઊભો થયો. બધી જ ઔપચારિકતા ત્યાગીને એકપુરુષ, અરે, એક પિતા જ બની ગયો : અરે બાદશાહ આ જાઓ, આઓ મેરી બાંહોમેં….’ એણે હાથ લાંબા કરીને બાબાને ઊંચકી લીધો. બે-ત્રણ માસ પછી પધારી રહેલાપોતાના પુત્રની ઝાંખી કરી રહ્યો એ મારા દીકરામાં !
ક્યા ખાઓગે, બાદશાહ ?ચોકલેટ ખાની હૈ આપકો ? લો, જી અપને અંકલ સે માંગ લો. બાદશાહ હોકેડરતે ક્યું હો ?’ બાબો જોઈ રહ્યો હતો. જે કાળમીંઢ ખડક જેવો લાગતો હતો, એનામાંથી ફૂટી રહેલાં વહાલના ઝરણાંમાં એ ભીંજાઈ રહ્યો હતો. ખિસ્સામાંથીપચાસની નોટ કાઢીને એણે દીકરાના હાથમાં મૂકી. એણે એ પકડી લીધી, સરદારજીનીમૂછ પર હળવેથી હાથ ફેરવ્યો, એકાદ વાળ ખેંચી પણ જોયો અને પછી ધીમેથી, મથામણકરીને એ નીચે ઊતરી ગયો. એ નાસી જતાં પહેલાં એક હસતી નજર એના અંકલતરફફેંકીને ઊભો રહ્યો. કદાચ એ કદાવર સૈનિકના દાઢી, મૂછ અને પાઘડી તરફ વિસ્મયભાવથી જોઈ રહ્યો હતો !
પાકીટમાંથી બીજી એક સો રૂપિયાની નોટ કાઢીનેએ મારી તરફ ફર્યો. ડૉ. સા, આપકી ફીસ ?’ મેં કહ્યું : રહેને દો, સરદારજી. આપને મેરે બેટે કો પ્યાર દિયા હૈ, મૈં અબ….’
નહીં, સાબ ફિર તો વો ફીસ હુઈ ના ? પ્યાર થોડા હુઆ ? હરગીઝ નહીં, આપકો યે પૈસે તો લેને હી પડેંગે.
મારા મનમાં તીવ્ર ઈચ્છા થઈ આવી એને કહેવાની કે, ‘ભાઈ, પ્યાર તો તારી મૂછનોવાળ ખેંચીને મારા દીકરાએ મેળવી જ લીધો છે. બાકી દુનિયાના પટ પર કોઈનીતાકાત નથી કે તારા જેવા મર્દની મૂછને સ્પર્શ પણ કરી શકે. તેં આટલું બધુંઆપ્યું છે, પછી પાકીટ કાઢવાની જરૂર જ ક્યાં હતી ?’ પણ ફરી મને થયું કેમિલિટરીમેનને વધુ કાંઈ કહેવું સારું નહીં. મેં નોટ લઈ લીધી, પણ મનમાં ગાંઠવાળી કે એની પત્નીને જ્યારે બાળક જન્મશે, ત્યારે એની કોમળ હથેળીમાં આ નોટનેસવાઈ કરીને મૂકી દઈશું. પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાંપણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ !
ફરીથી એક જોરદારસેલ્યુટફર્શ પર જોશભેર બૂટ પછાડવાનો અવાજ, અને કવીક માર્ચ…! એ દિવસેક્યાંય સુધી આ શિસ્તબદ્ધ, છતાં પ્રેમથી છલોછલ સરદારજી મારા મન પર છવાયેલોરહ્યો. એની પત્ની નિયમિત મારી પાસે ચેક-અપમાટે આવતી રહી. થોડા દિવસ પછી જદિવાળી હતી. એક સવારે ટપાલીએ મને દિવાળી કાર્ડઝનો થોકડો આપ્યો. મોટાભાગનાંમિત્રોનાં હતાં, સગાંવહાલાંનાં હતા, ફાર્માસ્યુટિકલ કંપની તરફથી હતાં, પણએક કાર્ડ વાંચીને હું ઝૂમી ઊઠ્યો. ડૉક્ટર સાબ ઔર આપકા પરિવાર, આપ સબકોશુભકામનાએ. નયી સાલ આપકો મુબારક હો. મૈં વતનકી હિફાઝતમેં લગા હૂં, આપ મેરેઆનેવાલે કલકી હિફાઝત મેં હૈ ! વાહે ગુરુ આપ કો કામિયાબી બખ્શેં ! મેરા સલામ ! આપકે બેટે કો ઊસકે મૂંછોવાલે અંકલકી ઓરસે ઢેર સારા પ્યાર. ઊસકો બોલના કેચોકલેટ કે લિયે પૈસે અપને પાપા સે નહીં લેના, ઊસકા અંકલ અભી જિન્દા હૈં.કાર્ડની નીચે લખ્યું હતું : રાજિન્દરસિંહ (મિલિટ્રી-મેન) ! મેં એ કાર્ડસાચવીને મૂકી દીધું. ત્યારપછી બરાબર દોઢ મહિને એની પત્નીએ મારાનર્સિંગહોમમાં હૃષ્ટપુષ્ટ બાબાને જન્મ આપ્યો. હું હરખાયો. સરદારજી, અબમેરી બારી હૈ. હમ ભી કુછ કમ નહીં હૈં. તુમ એક બાર આઓ તો સહી, ફિર દેખના કિમૈં ક્યા કરતા હૂં ? તુમ્હારી સેલ્યુટ ઔર તુમ્હારી મૂછે ઔર તુમ્હારી ચોકલેટફિક્કી ન પડ જાયેં તો કહના મુઝે….!’ હું મનોમન સરદારજીને પડકારી રહ્યો.
પણ એ ક્ષણ ન આવી શકી. મારો ટેલિગ્રામ ગયો. એ જ દિવસે હેડ કવાર્ટસમાંથી એકસરખા બે ટેલિગ્રામ્સ નીકળી ચૂક્યા હતા એક રાજિન્દર સિંહના પિતાને ત્યાંઅને બીજો એના સસરાના સરનામે – ‘કેપ્ટન રાજિન્દરસિંહ કાલા ઈઝ શોટ ડેડે, ડ્યુરીંગ એ ફાયર્સ કોમ્બેટ વીથ ટેરરિસ્ટ. ધ હૉલ આર્મી ફિલ્સ એકિસ્ટ્રીમલીસોરી. મે હીઝ સોલ રેસ્ટ ઈન પીસ. એ ડિટેઈલ્ડ લેટર ફોલોઝ…’
પછી શુંથયું એ લખવાની વાત નથી, હૈયું આંખ વાટે વહી જાય ત્યારે કલમ થંભી જતી હોયછે. મારી ડાયરીનું એ પાનું આજે પણ અધૂરું જ છે. પેલું દિવાળીકાર્ડ એપાનાંઓમાં હજુ પણ સચવાયેલું પડ્યું છે. હું મનોમન એ મૃત દેશભક્ત સૈનિકનેઉદ્દેશીને બબડી ઊઠું છું – ‘સરદારજી મર્દ હોને કે બાવજૂત ભી આપને આપના વાદાનહીં નિભાયા. અબ કિસીસે કોઈ વાદા નહીં કરના. અધૂરે વાદે બહોત પીડદાયી હોતેહૈ, આપકે લિયે નહીં, પીછે રહ જાને વાલોં કે લિયે ! આપકો ક્યા ? બસ, જબ મરજીહૂઈ, ચલ પડે….! મેરે છોટે બાદશાહ કા ભી વિચાર નહીં કિયા, ન તુમ્હારે છોટેબાદશાહ કા….! કુછ સાલ તો રૂક જાતે, તો વો ભી દેખ શકતા કિ કિસ શેર કી ઔલાદહે વોહ ?’


Author : Unknown

Comments

Popular posts from this blog

મારી કહાની મારી જ જુબાની.. (gujarati)

મારી કહાની મારી જ જુબાની.. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે.. એ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ખરાબ-ખરાબ વિચારો આવવાના શરૂ થઈ ગયાં. ભૂતકાળમાં વિતી ગયેલી પળો આજે અચાનક જ યાદ આવવા લાગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો. આ મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો જ્યારે હું આટલું ધૈર્ય રાખીને કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરે-ધીરે સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકાવી. પણ હજી પણ મને સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોતની આશા પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં. ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિ

મજાની લાઈફ

અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો. ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે." યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું, " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? " યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. " વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? " યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે." વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે,