Skip to main content

Posts

Showing posts from February 2, 2014

જીવન જીવવાની કળા 1

જીવન જીવવાની કળા - 1  'પપ્પા, મારે ફટાકડા ફોડવા છે.’ પાંચ વરસનો શૈવ દિવાળીની ઊજવણી માટે થનગની રહ્યો હતો : ‘લાવી આપશોને, પપ્પા?’ ‘ના, બેટા.’ ત્રીસ વરસના શાશ્વતના નકારમાં ભારોભાર ઉદાસીનો પાશ હતો. ‘નવાં કપડાં’ ‘ના, બેટા.’ ‘મીઠાઈઓ તો ખરી ને, પપ્પા?’ ‘ના, એ પણ નહીં.’ ‘તો રંગો…? મારે રંગોળી બનાવવી છે. દાદાજી, તમે કેમ કંઈ બોલતા નથી? પપ્પા, મને રંગોળી પૂરવાનું બહુ ગમે છે. મારે રંગો જોઈએ..એં…એં…એં..’ ‘બદમાશ! ખોટી જીદ કરે છે? લીધી વાત મૂકતો નથી! લે, આ રંગ! લે…લે…’ ચિડાયેલા શાશ્વતે એકના એક માસૂમ પુત્રના નાજુક ગાલ ઉપર ઉપરાછાપરી બે-ત્રણલાફા ચોડી દીધા. પછી એણે શું કરી નાખ્યું એનું ભાન થતાંની સાથે એ પોતે જપોક મૂકીને રડી પડયો : ‘બેટા, ગયા વરસે દિવાળીના દિવસે જ તારી મમ્મી આપણનેછોડીને ચાલી ગઈ છે. આપણા ઘર માટે દરેક દિવાળી હવે હોળી છે. આપણે શેની ઉજવણીકરીએ, દીકરા!’ પપ્પાને રડતા જોઈને દીકરો છાનો રહી ગયો : ‘મમ્મી કયાં ચાલી ગઈ છે, પપ્પા?’ ‘ભગવાનના ઘરે.’ શાશ્વત એક વર્ષ પહેલાંની એ કમભાગી રાતે ફાલ્સીપેરમ મેલેરિયાના ભડભડતા તાવમાં તરફડતી શૈલીને જોઈ રહ્યો. ઘરનું વાતાવરણ બોઝીલ બની ગયું. આખા શહેર