પ્રેમ કરવો..........!!! સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટટિંગ રૂમમા બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમા થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમા છે એવુ દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમા લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડોક્ટરને જાણ કરી. ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડોક્ટરને બતાવવા માટે જવાનુ છે? ના બહેન! પરંતુ ફલાણા નર્સીંગ હોમમા મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડાં નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સીંગ હોમમા મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી શું થયું છે એમને? નસે પૂછ્યું. એને સ્મૃવતભ્રાંશ—અલઝાઇમસનો રોગ થયેલો છે. દાદાએ ...