Skip to main content

પ્રેમ કરવો..........!!!

પ્રેમ કરવો..........!!!


                                સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટટિંગ રૂમમા બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમા થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમા છે એવુ દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમા લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડોક્ટરને જાણ કરી. ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડોક્ટરને બતાવવા માટે જવાનુ છે? ના બહેન! પરંતુ ફલાણા નર્સીંગ હોમમા મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડાં નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સીંગ હોમમા મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી શું થયું છે એમને? નસે પૂછ્યું. એને સ્મૃવતભ્રાંશ—અલઝાઇમસનો રોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો. મોં પર સહાનુભૂવતના ભાવ સાથે નસે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સીસકારી થઇ ગઈ એટલે એમનું ધ્યાન બીજે દોરવા નસે ફરીથી વાત શરૂ કરી. ‘દાદા’ તમે મોડા પડ્શો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં? દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા. પછી બોલયા, ’ના! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્ક્ત સાંપૂણસપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી! નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી વનયવમત નર્સિંગ હોમમા જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો? દાદાએ નર્સનો હાથ પોતાના હાથમા લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?

                                સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વિકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વિકાર. જે હેતુ તેનો સ્વિકાર. જે છે તેનો સ્વિકાર. ભવિષ્યમા જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !

Author : UNKNOWN

Comments

Popular posts from this blog

મારી કહાની મારી જ જુબાની.. (gujarati)

મારી કહાની મારી જ જુબાની.. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે.. એ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ખરાબ-ખરાબ વિચારો આવવાના શરૂ થઈ ગયાં. ભૂતકાળમાં વિતી ગયેલી પળો આજે અચાનક જ યાદ આવવા લાગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો. આ મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો જ્યારે હું આટલું ધૈર્ય રાખીને કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરે-ધીરે સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકાવી. પણ હજી પણ મને સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોતની આશા પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં. ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિ...

સંસ્કારોની અનુભૂતિ - 2

પપ્પા ના પાડશે તો હું શું કરીશ! ભલેને ગમે તે થાય, પણ હું પ્રેયસનો સાથ ક્યારેય નહીં છોડું. પ્રત્યુષાને રોજ રાત્રે અંગત ડાયરી લખવાની ટેવ હતી. અઢાર વર્ષની કોલેજકન્યાની દિનચર્યામાં એવી તે કેવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓ બનતી હોય! એટલે પ્રત્યુષાની રોજનીશીનાં પાનાઓમાં આવું-આવું વાચવા મળી શકે- ‘આજે પિનલ નવો ડ્રેસ પહેરીને કોલેજમાં આવી હતી. એને એના પપ્પાના પૈસાનું બહુ અભિમાન છે. ડ્રેસ સુંદર હતો. કલાસની બધી છોકરીઓએ એનાં વખાણ કર્યા, પણ મેં તો એની સામે જોયું જ નહીં. પૈસાદાર હોય તો એના ઘરની! મારે કેટલા ટકા? શું જગત આવા અભિમાની લોકોથી ભરેલું હશે?’ ક્યારેક કેન્ટીનમાં ચા સાથે સમોસા ખાધા એની વાત હોય, પણ આજે પહેલીવાર કંઇક અનોખી ઘટના બની ગઇ. અઢારમા વરસના ઉંબર પર ઊભેલી આ રૂપયૌવનાને આજે એક કોલેજિયન યુવાને પ્રથમ વાર એ વાતનો અણસાર આપ્યો કે પ્રત્યુષા બીજી છોકરીઓ કરતાં અધિક સુંદર છે. ‘એક્સકયુઝ મી, પ્રત્યુષા!’ એની બાજુના કલાસમાં ભણતા એક યુવાને એને સાવ અચાનક આ રીતે રોકીને વાત કરવાની અનુમતિ માગી. કોલેજ ચાલુ થવાને હજુ થોડીક વાર હતી. છોકરા-છોકરીઓની અવર-જવર ચાલુ હતી. જગ્યા પણ એકાંતવાળી ...

સંસ્કારોની અનુભૂતિ - 1

  ‘ હાય , લવલી! શું કરે છે ? વાત થઇ શકે તેમ છે ?’ રોકીએ પૂછી લીધું. ‘ વન મિનિટ. ’ કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી , ત્યાંથી ઉભી થઇ ગઇ. પપ્પા , મમ્મીઅને ભાઇ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઇ. પછી બોલી , ‘ હા , હવે વાતથઇ શકશે. બોલ , શું કહે છે ?’ ‘ રાતની વાત યાદ છે ને ? બરાબર બારવાગે રેલવે સ્ટેશનનાં પગથિયાં પાસે હું તારી રાહ જોતો ઉભો હોઇશ. ટિકિટનુંબુકિંગ થઇ ગયું છે. મોડું ન કરીશ. ’ ‘ હું ઘરમાંથી નીકળી તો જઇશ , પણ રાત્રે રિક્ષા નહીં મળે તો ?’ ‘ તો તારા પપ્પાને કહેજે , ગાડીમાં બેસાડીને તને મૂકી જશે! ’ રોકીએ મજાક કરી.આ એનો સ્વભાવ હતો એટલે તો લવલીને એ ગમતો હતો. એના પપ્પા ગરમ સ્વભાવના હતા , મમ્મી કડક મિજાજની અને ભાઇ ગંભીર પ્રકૃતિનો. શિસ્ત અને કાયદાના શાસનમાંવીસ-વીસ વરસ ગોંધાઇ રહ્યા પછી જીંદગીમાં પ્રથમવાર લવલી રોકીને મળી અને જાણેબંધિયાર ભોંયરાની અધખૂલી બારીમાંથી તાજી હવાની લહેરખી અંદર ધસી આવી.હસમુખો રોકી એને ગમી ગયો. લવલી સંસ્કારી છોકરી હતી. પોતાનાપ્રેમસંબંધ વિશે પ્રથમ જાણ એણે પપ્પાને જ કરી દીધી , ‘ રોકી મને ગમે છે. હુંએની સાથે પરણવા માંગુ છું. ’ મહાશંકરભાઇ એ જ...