મારાકન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનોઅવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એકજોરદાર અવાજ આવ્યો , બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોયએવો ! મેં ઉપર જોયું. ખરેખર , એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક , સાડા છ ફીટનીઉંચાઈ , કદાવર દેહ , શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજદાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે ! શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપરમોટી મોટી આંખો , દુશ્મનને ડારી નાખે , પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવીલાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે , પણ સાવ કવિ જેવો સ્ત્રૈણભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે. મેં ઉપર જોયું , ત્યારે એ મને ‘ સેલ્યુટ ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાનીસલામ કરવાની વાત મને ગમી , પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકોઆટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું ન...