Skip to main content

સંસ્કારોની અનુભૂતિ - 1


 
હાય, લવલી! શું કરે છે? વાત થઇ શકે તેમ છે?’ રોકીએ પૂછી લીધું.વન મિનિટ.કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી, ત્યાંથી ઉભી થઇ ગઇ. પપ્પા, મમ્મીઅને ભાઇ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઇ. પછી બોલી, ‘હા, હવે વાતથઇ શકશે. બોલ, શું કહે છે?’

રાતની વાત યાદ છે ને? બરાબર બારવાગે રેલવે સ્ટેશનનાં પગથિયાં પાસે હું તારી રાહ જોતો ઉભો હોઇશ. ટિકિટનુંબુકિંગ થઇ ગયું છે. મોડું ન કરીશ.

હું ઘરમાંથી નીકળી તો જઇશ, પણ રાત્રે રિક્ષા નહીં મળે તો?’

તો તારા પપ્પાને કહેજે, ગાડીમાં બેસાડીને તને મૂકી જશે!રોકીએ મજાક કરી.આ એનો સ્વભાવ હતો એટલે તો લવલીને એ ગમતો હતો. એના પપ્પા ગરમ સ્વભાવના હતા, મમ્મી કડક મિજાજની અને ભાઇ ગંભીર પ્રકૃતિનો. શિસ્ત અને કાયદાના શાસનમાંવીસ-વીસ વરસ ગોંધાઇ રહ્યા પછી જીંદગીમાં પ્રથમવાર લવલી રોકીને મળી અને જાણેબંધિયાર ભોંયરાની અધખૂલી બારીમાંથી તાજી હવાની લહેરખી અંદર ધસી આવી.હસમુખો રોકી એને ગમી ગયો.

લવલી સંસ્કારી છોકરી હતી. પોતાનાપ્રેમસંબંધ વિશે પ્રથમ જાણ એણે પપ્પાને જ કરી દીધી, ‘રોકી મને ગમે છે. હુંએની સાથે પરણવા માંગુ છું.

મહાશંકરભાઇ એ જ કોલેજમાં પ્રાઘ્યાપકહતા, જે કોલેજમાં રોકી અને લવલી છેલ્લાં ત્રણ વર્ષથી ભણતાં હતાં. એ રોકીનેઓળખતા હતા માટે જ તેમણે દીકરીની પસંદનો વિરોધ કર્યો, ‘બેટા, હું જૂનાજમાનાનો બાપ નથી, પણ તેમ છતાં તારી વાતને સમર્થન આપી શકતો નથી. રોકીદેખાવમાં જ સારો છે, બાકી સંસ્કાર, અભ્યાસ અને વર્તણૂકમાં એ તારા લાયક નથી.

પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પપ્પા!

હું પ્રેમમાં માનું છું, પણ કારણ વિનાના પ્રેમમાં નથી માનતો. રોકીનેપ્રેમ કરવા માટે કોઇ પણ છોકરી પાસે કયાં કારણો હોઇ શકે એ હું સમજી શકતોનથી.

પણ મને વિશ્વાસ છે કે એ મને ખૂબ સારી રીતે સાચવશે.

એનું કારણ મને સમજાય છે, મારી લવલી છે જ એટલી બધી લવલી કે એના પ્રેમમાંપડવા માટે હજારો છોકરાઓ તૈયાર થઇ જાય. અને એ દરેક છોકરો તને સારી રીતે જસાચવશે, કદાચ રોકી કરતાં પણ વધુ સારી રીતે!

લવલી સમજી ગઇ કેઘરમાંથી રોકી માટે લીલી ઝંડી ફરકાવવામાં નહીં આવે. આ વાતની જાણ બીજા દિવસેએણે રોકીને કરી દીધી, ‘સોરી, પપ્પા ના પાડે છે.

રોકી વિફર્યો, ‘પ્રેમ તારા પપ્પાને પૂછીને પછી કર્યો હતો? લો બોલ્યા, પપ્પા ના પાડે છે! હવે મારું શું થશે એનો વિચાર કર્યો છે તે?’

પણતો પછી હું શું કરું?’

શું કરું તે લગ્ન કર! મારી સાથે. ઘરમાંથી નાસી જઇને.રોકી પ્રેમિકાનેપ્રેમની પરિભાષા અને પ્રપંચના પાઠો ભણાવતો રહ્યો. ધીમે-ધીમે લવલીનાદિમાગમાં આખી યોજનાની બ્લૂ પ્રિન્ટગોઠવાઇ ગઇ. નિર્ધારિત દિવસે આખું ઘરજયારે નિદ્રાની આગોશમાં સરકી ગયું હોય ત્યારે લવલીએ ઘર છોડી દેવાનું.પહેરેલાં કપડે રેલવે સ્ટેશને પહોંચી જવાનું, ત્યાં રોકી પહેલેથી જ બહારગામજવા માટેની ટિકિટો લઇને ઉભો હશે. કયાં જવાનું છે તે રોકી નક્કી કરવાનો હતો.કયામતનો દિવસ નજીક આવી ગયો. આગલા દિવસે રોકીએ સૂચના આપી દીધી, ‘તારે ખાલીહાથે જ નીકળી જવાનું છે. કપડાં અને બીજી જરૂરી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદીલઇશું. હું પાંચેક હજાર રૂપિયાની સગવડ કરી શકયો છું.

લવલી ડઘાઇ ગઇ, ‘પાંચ હજાર રૂપિયા? ફકત પાંચ હજાર? એટલા તો પાંચ દિવસમાં ચટણી થઇ જશે.

તારી પાસે ક્રેડિટ કાર્ડ હશે ને? તનેજૉ વાંધોન હોયતો…’ રોકીનો સંકોચ ત્રૂટક-ત્રૂટક હતો, પણ સૂચના સળંગ અને સ્પષ્ટ હતી.

ભલે. મારી પાસે વીસેક હજારનું ક્રેડિટકાર્ડ છે.લવલીએ છાતીમાં ઉંડોશ્વાસ ભરીને જવાબ આપ્યો. રોકી પણ આ જવાબ સાંભળ્યા પછી જ શ્વાસ ખેંચી શકયો.

રાતના સાડા અગિયાર વાગ્યા. પોતાના અલાયદા બેડરૂમમાં સૂતેલી લવલી ધીમેથીઉભી થઇ. પપ્પા-મમ્મી બાજુના શયનખંડમાં ઘસઘસાટ ઉંઘતાં હતાં. નાનો ભાઇ છેકછેવાડાની ઓરડીમાં વાંચી રહ્યો હતો. એની બારમા ધોરણની પરીક્ષા નજીકમાં હતી.

શું પહેરું? સાડી પહેરવાનો તો પ્રશ્ન જ ભો થતો નથી. સલવાર-કમીઝ જ ઠીકરહેશે.લવલી બબડી. એણે કબાટ ખોલીને અંદર નજર ફેંકી, લગભગ ચાલીસથી પણ વધુસંખ્યામાં એના ડ્રેસીઝહતા. સલવાર-કમીઝ, જિન્સ, ટી-શર્ટ્સ, કેપ્રી, શોર્ટસ્કર્ટ્સ અને હોલ્ટર નેક અને સ્પેગેટી ટોપ્સ. એના પપ્પા કંઇ એટલા બધાપૈસાદાર ન હતા, તો પણ લવલીને એમણે કયારેય કપડાં ખરીદવા બાબત ટોકી ન હતી.

લવલીએ એક જિન્સ પેન્ટ બહાર કાઢયું. અઢારસો રૂપિયાનું હતું. હજુ ગયા મહિનેએની વર્ષગાંઠ ઉપર પપ્પાએ અપાવ્યું હતું. એની ઉપર પહેરવા માટે એણે એકલવેન્ડર કલરનું સ્પેગેટી ટોપ કાઢયું. એ એના ભાઇ જતીને એના પોકેટમનીમાંથીખરીદીને બહેનને લઇ આપ્યું હતું.

લવલીએ એનું ફેવરિટ પર્સ લીધું.અંદર જૉઇ-તપાસી લીધું. હા, ક્રેડિટ કાર્ડ અંદર જ હતું. એ પણ મમ્મી-પપ્પાનીલાગણીનું જ પરિણામ. બાકી પપ્પાના મિત્ર પ્રો. શાંતિકાકાએ તો એમને રોકયા પણહતા, ‘મહાશંકરભાઇ, દીકરીના ખાતામાં વીસ હજાર જેવી રકમ ન રખાય. એનામાંઉડાઉપણાનો દુર્ગુણ પ્રવેશી જાય.જવાબમાં પપ્પાએ કહેલું, ‘એવું નહીં થાય.મને મારા સંસ્કારમાં શ્રદ્ધા છે. હું તો માનું છું કે મારી લવલીમાંજવાબદારીની ભાવના ખીલશે.

લવલીએ મનોમન પપ્પાનો આભાર માન્યો, ‘સારું થયું કે તમે મારામાં વિશ્વાસ મૂકયો. આ વીસ હજાર રૂપિયા મને અનેરોકીને કેટલા કામમાં આવશે! એના સહારે તો અમારું લગ્નજીવન શરૂ થઇ શકશે.

દબાતે પગલે એ શયનખંડમાંથી બહાર નીકળવા ગઇ, પણ ત્યાં જ એને યાદ આવ્યું-મોબાઇલ ફોન તો ભુલાઇ જ ગયો!

ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જિંગ કરવા મૂકેલું હતું. લવલીએ સેલફોન અને એનું ચાર્જરબંને ઉઠાવીને પર્સમાં મૂકી દીધાં. ફોન સાયલન્ટ મોડ ઉપર મૂકી દીધો, જેથી અણીને સમયે એ ચીસો ન પાડી ઉઠે.

મોબાઇલ ફોન પરથી પાછી એક જૂની વાત યાદ આવી ગઇ. પપ્પા અને મમ્મી વરચેનો સંવાદ.

સાંભળો છો? કહું છું, આપણી લવલીને મોબાઇલ ફોન જૉઇએ છે.મીનાબહેને એક સાંજે ડાઇનિંગ ટેબલ પર વાત કાઢી હતી.

શા માટે? હું તો માનું છું કે મોબાઇલ ફોન એક મોટું દૂષણ છે.

દૂષણ નહીં, ભૂષણ કહો! આખી કોલેજમાં એક આપણી લવલી જ ફોન વગર ફરે છે.

એ એટલા માટે કે માત્ર લવલીનો બાપ જ શિક્ષિત અને સંસ્કારી છે. બાકી મને એસમજાવ કે ભણતા વિધાર્થીઓને આવા ખોટા ફેશનેબલ રમકડાંની જરૂર જ શી છે!

તમે તો વેદિયા ના વેદિયા જ રહ્યા. આધુનિક વિજ્ઞાનના આ યુગમાં આપણી એ ફરજ છે કે આપણે જયાં પણ હોઇએ ત્યાં કુટુંબીજનો, મિત્રો અને સ્વજનો સાથેસંપર્કમાં રહેવું. છોકરીની જાત છે, ગમે ત્યારે એને આપણી જરૂર પડે. બે-ચારહજારની તો વાત છે.મમ્મીની વકીલાત જીતી ગઇ, પપ્પાનો વિરોધ હારી ગયો. એ તોપાછળથી લવલીને જાણવા મળ્યું કે પપ્પાએ પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજારરૂપિયા ઉપાડીને દીકરીને મોબાઇલ ફોન અપાવ્યો હતો.

થેન્ક યુ, પપ્પા! તમે કેટલા સારા છો!લવલી દાદરનાં પગથિયાં ઉતરતાં બબડી, ‘જૉ તમે આમોબાઇલ ફોન ન અપાવ્યો હોત, તો અત્યારે હું રોકીની સાથે પળ-પળનો સંપર્ક શીરીતે જાળવી શકી હોત! અને આવતી કાલે સવારે કોક અજાણ્યા સ્થળેથી રોકીનીસાથે મેં લગ્ન કરી લીધાં છેએવી માહિતી હું તમને શી રીતે આપવાની હતી!

લવલી દાદર ઉતરીને નીચે આવી. પગમાં પહેરેલાં સ્લીપર્સ કાઢયાં. હમણાં ચારદિવસ પહેલાં ખરીદેલાં કીમતી સેન્ડલ પહેરવા માટે શૂઝનું કબાટ ઘાડયું, ત્યાં જએક કાગળ સેન્ડલમાંથી નીચે સરી પડયો. નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં લવલીએકાગળ ઉઠાવીને વાંચવો શરૂ કર્યો. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અક્ષરોપપ્પાના હતા. લખતા હતા, ‘બેટા, લવલી! જાય છે? ખરેખર? તો સુખી થજે! આજેસાંજે ડિનર વખતે તું ઉભી થઇને ચાલી ગઇ. તારી ગતિવિધિ શંકાસ્પદ લાગી, એટલેહું પાછળ-પાછળ આવ્યો. તારી અને રોકી વરચેની વાતચીત મેં સાંભળી લીધી. પહેલાંતો કાન ઉપર વિશ્વાસ ન આવ્યો, પછી દીકરી ઉપર. ધાર્યું હોત તો હું તનેત્યારે પણ રોકી શકયો હોત અને ધારું તો અત્યારે પણ તને રોકી શકું છું. પણહું તને એવું નહીં કરું. બેટા, મેં આખી જિંદગી તારામાં સમજણનાં બીજ વાવ્યાંછે. એ સંસ્કાર ઉપર મને શ્રદ્ધા છે. છતાં તું જૉ પ્રેમનામના છેતરામણાશબ્દ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જવા ઇરછતી હોય તો એક વાત યાદ રાખજે અમે પણતને પ્રેમ કર્યોછે. તારી જિંદગીપર તારી એકલીની માલિકી નથી, અમારા ત્રણેયનીપણ થોડી ઘણી માલિકી છે. ભગવાન તને સદ્બુદ્ધિ આપેઅને સાચો નિર્ણય લેવાનીશકિત પણ.

લવલી રડી પડી. તરત જ મોબાઇલ ફોનનાં બટનો દબાવ્યાં, ‘હેલ્લો, રોકી! મારી રાહ ન જોઇશ. હું નથી આવી રહી. સોરી, મને કારણ ન પૂછીશ.ના, પ્રેમની દુહાઇ પણ ન આપીશ. તને તો બીજી લવલી મળી જશે, પણ મારાંમમ્મી-પપ્પાને બીજી દીકરી નહીં મળે. ગુડ બાય..!

Author : Dr.Sharad Thakar

Comments

Popular posts from this blog

મારી કહાની મારી જ જુબાની.. (gujarati)

મારી કહાની મારી જ જુબાની.. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે.. એ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ખરાબ-ખરાબ વિચારો આવવાના શરૂ થઈ ગયાં. ભૂતકાળમાં વિતી ગયેલી પળો આજે અચાનક જ યાદ આવવા લાગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો. આ મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો જ્યારે હું આટલું ધૈર્ય રાખીને કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરે-ધીરે સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકાવી. પણ હજી પણ મને સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોતની આશા પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં. ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિ

અણધાર્યા સંબંધોની વેદના..

મારાકન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનોઅવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એકજોરદાર અવાજ આવ્યો , બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોયએવો ! મેં ઉપર જોયું. ખરેખર , એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક , સાડા છ ફીટનીઉંચાઈ , કદાવર દેહ , શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજદાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે ! શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપરમોટી મોટી આંખો , દુશ્મનને ડારી નાખે , પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવીલાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે , પણ સાવ કવિ જેવો સ્ત્રૈણભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે. મેં ઉપર જોયું , ત્યારે એ મને ‘ સેલ્યુટ ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાનીસલામ કરવાની વાત મને ગમી , પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકોઆટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું ન

મજાની લાઈફ

અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો. ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે." યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું, " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? " યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. " વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? " યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે." વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે,