Skip to main content

મારી કહાની મારી જ જુબાની.. (gujarati)

મારી કહાની મારી જ જુબાની..


૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે..

એ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ખરાબ-ખરાબ વિચારો આવવાના શરૂ થઈ ગયાં. ભૂતકાળમાં વિતી ગયેલી પળો આજે અચાનક જ યાદ આવવા લાગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો.
મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો જ્યારે હું આટલું ધૈર્ય રાખીને કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરે-ધીરે સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકાવી. પણ હજી પણ મને સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોતની આશા પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં.
ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિજાજ જામ્યો હતો ત્યારે એકાએક લોહિ હાથ પર પડ્યું ને ભાન આવ્યું અને વિચારોની દુનિયાંમાંથી હું વાસ્તવિક દુનિયાંમાં આવી ગયો અને જોયું તો જમીન પર લોહિ જ લોહિ હતું. એ જોઈને મને વિશ્વાસ થઈ ગયો કે હવે હું મોતથી વધું દૂર નથી પણ મારે હજી લગભગ ૨-૩ કલાકનો સમય પસાર કરવાનો છે એટલે હું ઈયરફોન લગાવીને મ્યુઝિક સાંભળતો-સાંભળતો સુઈ ગયો.


બપોરનાં લગભગ ૩:૦૦ કે ૩:3૦ વાગ્યાં હશે.. અને અચાનક જ કંઈક અલગ પ્રકારનો ઘોંઘાટ મને સંભળાવવા લાગ્યો એટલે મને એહસાસ થયો કે હું હજી જીવુ છું. મારાં ઈયરફોન્સ ઢીલા પડી ગયાં હતાં એટલે કઈ બરાબર સંભળાતું નહોતું પણ એવું લાગ્યું કે કોઈક ચીસો પાડી રહ્યુ હોય અને દરવાજો ખખડાવી રહ્યું હોય. મને એહસાસ થઈ રહ્યો હતો કે હું હવે પેહલાંની જેમ નોર્મલ તો નથી જ રહ્યો કેમ કે મારું શરીર ઠંડું પડી ગયું હતું અને મને અતીશય ઠંડી લાગી રહી હતી એટલે હું એકદમ સાફ નહોતો જોઈ કે સાંભળી શકતો. પણ મેં થોડું ધ્યાનથી સાંભળ્યું અને પ્રયત્ન કર્યો એ ઘોંઘાટને સમજવાનો ત્યારે મને સમજાયું કે ઘણાં બધાં લોકો ઘરની બહાર ચીસા-ચીસ કરી રહ્યાં હતાં અને કોઈક દરવાજો તોડી રહ્યું હતું એટલે મને સમજાઈ ગયું કે નક્કી કોઈ આવી ગયું છે. મને ખુબ જ ડર લાગવા લાગ્યો કારણ કે હું ૨-૨:૩૦ કલાક થયાં પછી પણ જીવિત હતો. એમાંય આટલો શોર-બકોર હતો બહાર જેનાં કારણે મારી ધડકનો ખુબ જ વધી ગઈ હતી. મને જાણે હાર્ટ એટેક આવી જ ગયો હોય એમ લાગી રહ્યું હતું. એટલી જ વારમાં એકદમથી દરવાજો તુટ્યોને કોઈક અંદર આવી ગયું. ખબર નહિ કોણ હતું પણ કોઈક છોકરો હતો એ. અંદર આવતાં વેંત જ એના મોંમાંથી ચીસ નીકળી પડી કે..
અરે! આ શુ!?
એ છોકરાંની ચીસ સાંભળીને બહાર હાજર દરેક વ્યક્તિ વિજ ગતિએ ઘરમાં ઉમટી પડ્યાં. હું આંખો બંધ કરીને પડી રહ્યો હતોને લોકોને લાગ્યું કે હું.. પણ ફક્ત હું જ જાણું છું કે હું હજી પણ જીવુ છું અને ત્યાં હાજર દરેક વ્યક્તિની મનોવ્યથા હું અનુભવી રહ્યો હતો. લોકો વિચિત્ર-વિચિત્ર વાતો કરી રહ્યાં હતાં..
અરે! તને શું થયું એકદમ આવું કર્યું?
મને તો કહેવું હતું.
આવું કરાય ગાંડા!
વિગેરે વિગેરે..
કેટલાંક લોકોએ મમ્મીને ઘરની બહાર જ રોકી રખ્યાં હતાં કેમ કે ઘરમાં લોહિ જ લોહિ હતું અને તે આ જોઈ ના શકે અને એ ઘરની બહાર ઊભા-ઊભા માતમ મનાવી રહ્યાં હતાં. ત્યાં હાજર દરેક વ્યક્તિના હૃદય પર આઘાત લાગ્યો હતો કે આ વ્યક્તિએ આવું કર્યું. અને બહાર બધાની આંખો આંસુંઓથી ભરેલી હતી (કદાચ).
 
આખાંય ઘરમાં જાણે માતમનો માહોલ છવાઈ ગયો. અને એટલાંમાં જ એક વ્યક્તિએ મારાં ધબકારાં તપાસ્યા હાથ વડે અને બધાંને એક આશા આપી કે હું હજી જીવું છું. તો કોઈકે એમ્બ્યુલન્સને ફોન કર્યો. અને એક વ્યક્તિએ મારાં હાથ પર રૂમાલ બાંધ્યો અને હાથ ઉંચો પકડી રખ્યો જેથી લોહિનો પ્રવાહ ઓછો થઈ જાય. એમ્બ્યુલન્સની રાહ જોવાંમાં સમય વેડફાઈ રહ્યો હતો એટલે આસપાસમાંથી કોઈકની કારની વ્યવસ્થા કરી અને મને હોસ્પીટલ લઈ જવાંમાં આવ્યો.
હું એ વિસ્તારમાં વર્ષોથી રહેતો હતો એટલે જે પણ ઓળખીતાં લોકો હતાં તે દોડી આવ્યાં હતાં અને પોત-પોતાના ૨ વ્હિલર્સ લઈને રોડ પર જાણે રેલી નીકળી હોય એવો માહોલ બનાવી દિધો હતો અને આને કારણે આખાં વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ કે મેં સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. લગભગ ૭-૮ ૨ વ્હિલર્સ અને ૧-૨ કાર્સ, જેમાંથી એકમાં મને લઈ જઈ રહ્યાં હતાં. ખૂબ જ શરમનો એહસાસ થઈ રહ્યો હતો પણ હું કઈં કહિ પણ નહોતો શકતો.


લગભગ સાંજનાં ૪:૩૦-૫ વાગ્યે ઈમરજન્સી ટ્રીટમેન્ટ રૂમ (ઈ.ટી.આર.)

ઈ.ટી.આર.માં હું, ડોક્ટર્સ અને ૨-૩ વોર્ડ બોય્ઝ હતાં. મારો શર્ટ કાપીને કાઢી નાંખવામાં આવ્યો હતો અને એવી કડકડતી ઠંડીના સમયમાં પણ મને સ્ટીલના સ્ટ્રેચર પર શર્ટલેસ સુવડાવી દીધો હતો. એક વોર્ડ બોયે મારાં લોહિમાં લથપથ હાથને સાફ કર્યો અને બીજી બાજું બીજો વોર્ડ બોય મારાં બીજા હાથમાં સોય લગાવીને ગ્લુકોઝની બોટલ લગાવી રહ્યો હતો. એક જુનીયર ડોક્ટર મારાં ધબકારાં તપાસી રહ્યાં હતાં. અને એક ડોક્ટરે મારાં બ્લેડ લાગેલ હાથ પર મલમપટ્ટી કરી. હવે બધાં રાહ જોઈ રહ્યાં હતાં કે આંતરીક રક્તસ્ત્રાવ (Internal Bleeding) બંધ થાય અને ઓપરેશન કરી શકાય. એટલાંમાં ડોક્ટર્સ અને વોર્ડ બોય મારાં જોડે વાતચીત કરવાં લાગ્યા અને તર્ક-વિતર્ક કરીને મને પરેશાન કરવા લાગ્યા કેમ કે મે એક ભૂલ કરી હતી કે મારી આંખો થોડી-થોડી ખોલી દીધી હતી.
ડોક્ટર: શું થયું’તું લ્યાં? કોઈ છોકરીનું લફરું છે? કે નાપાસ થયો છે?
હું એક્દમ ચુપચાપ બધું જ સાંભળી રહ્યો હતો કઈં જ બોલી નહોતો રહ્યો ફક્ત ઈશારાંમાં “ના” કહી દીધું.
ત્યારબાદ મને નામ પૂછવાં લાગ્યાં. આ વખતે મેં જવાબ અપ્યો પણ એમને સંભળાયો નહી એટલે એમણે મારાં મોં પાસે પોતાનો કાન લાવીને સાંભળવાની કોશીશ કરી પણ એટલાંમાં જ એમની નજર મારાં ગળામાં પહેરેલાં લોકેટ પર પડી અને એમાં લખેલું નામ વાંચી લીધુ.
થોડીક વાર બાદ અમારી સોસાયટીનાં પાડોશી અંકલ અંદર આવ્યાં મારી હાલત જોવાં અને મારાં સાથે વાત કરવાની કોશિશ કરી..
પડોશી અંકલ: આવું કરાય ગાંડા!? અમને કહેવાયને કંઈ તકલીફ હોય તો.
હું કંઈ બોલ્યો નહિ. એટલે એ ૨-૫ મિનિટમાં એક વાત કહીને ચાલ્યાં ગયાં..
પડોશી અંકલ: બધું હારું થઈ જશે તું ચિંતા ના કરતો હવે. આરામ કર.
થોડી વાર પછી એક ડોક્ટરે કહ્યું કે થોડીક વારમાં પોલીસ અધિકારી આવશે એમને બધું જ સાચે-સાચું સ્ટેટમેન્ટમાં લખાવી દેજે જે હોય એ. ત્યાર બાદ મારાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યું અને મને આઈ.સી.યુ. માં શીફ્ટ કરી દેવામાં આવ્યો. આઈ.સી.યુ.માં હું શાંતિ અનુભવી રહ્યો હતો કેમ કે આટલો બધો ઘોંઘાટ અને લોકોના સવાલ-જવાબ સાંભળ્યાં બાદ ત્યાં મને પરેશાન કરનાર કોઈ નહોતુ.
થોડીક વાર પછી ૨ પોલીસ અધિકારી આવ્યા મારું સ્ટેટમેન્ટ લેવા અને એમણે મને ૨-૩ વખત પૂછ્યું કે શું થયું હતું? અને એ બન્ને પણ તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે..
કોઈ પ્રેમનું લફડું છે? કે નપાસ થયો છે?
પણ મેં કંઈ જ જવાબ ન આપ્યો એટલે એમને મને ડરાવવાનું શરુ કર્યું; સ્ટેટમેન્ટમાં સાચી વાત લખાવી દે નહિતો અમારે તારાં વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવો પડશે. ત્યારે મેં એમને કહ્યું કે કઈ નહોતુ થયું અને મારે કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપવું. તો એ કહેવા લાગ્યા કે કઈ નહોતુ થયુ તો તને એવો તો કેવો શોખ લાગ્યો તો કે ખુદનાં જ હાથની નસો કાપી નાખી!? તારાં પાસે ૫ મિનિટનો સમય છે વિચારી લે કે સ્ટેટમેન્ટમાં શું લખાવવુ છે અને તે બન્ને બહાર ચાલ્યાં ગયાં.
હું સ્ટેટમેન્ટ નહોતુ આપવા માંગતો અને સ્ટેટમેન્ટ આપુ તો પણ શું લખાવુ! કેમે કે સાચું બોલી નહોતો શકતો કે મને મારી જ જીંદગીથી જ નફરત થઈ ગઈ છે અને હું મારી જ આસપાસનાં માણસોથી કંટાળી ગયો છું. આવું વિરોધાભાષી સ્ટેટમેન્ટ આપીને હું મારી જ જીંદગી વધું મુશ્કેલ બનાવી દે’ત. અથવા મારાં પાસે તક સારી હતી પણ વિચાર ખોટો હતો. અને વળી પાછો વિચાર આવ્યો કે જો સ્ટેટમેન્ટ ના આપ્યું અને અધિકારીએ સાચે જ ગુન્હો દાખલ કરી દીધો તો મારી જીંદગીમાં તકલીફો વધી જશે.
થોડીક વારમાં અધિકારી અંદર આવ્યાં. મેં સ્ટેટમેન્ટમાં શું લખાવવું તે વિચારી લીધું હતું છતાં પણ મેં એક આખરી વાર કોશિશ કરી કે સ્ટેટમેન્ટ ના આપુ પણ અધિકારીએ ઈમોશનલ અત્યાચાર કર્યો કે તું સ્ટેટમેન્ટ નહિ આપે તો તારાં માં-બાપની જ તકલિફો વધારીશ તું. ત્યારે મેં આખરી સવાલ પૂછ્યો કે તમે આ સ્ટેટમેન્ટનું શું કરશો? ત્યારે એમણે મને કહ્યું કે તારું સ્ટેટમેન્ટ અમે રેકોર્ડ માટે ફાઈલ કરી દઈશું.

સ્ટેટમેન્ટ આવું હતું કે..
છેલ્લાં ૩-૪ વર્ષથી હું જે ભણવા માંગતો હતો અને ઘરેથી કોઈ તૈયાર નહોતા થતાં અને મને જાત-જાતની વાતો સંભળાવતાં કે આટલો ખર્ચો કરીને તો ભણાતું હશે! નપાસ થયો તો? પેઢીઓ ચાલે છે તમારાં બાપાની?!! વિગેરે વિગેરે. એટલે આ વર્ષે હું ઘરેથી નહિ પણ મારાં મિત્રો સાથે મળીને મારાં ભણતર માટેની ફીસ અરેન્જ કરવાનો હતો અને ભણવાનું શરૂં કરવાનો હતો. આજે રજીસ્ટર કરાવવાનો છેલ્લો દિવસ હતો પણ હું ફી અરેન્જ નહોતો કરી શક્યો. જો આ વર્ષે હું મારી ઈચ્છાં પ્રમાણે આ કોર્ષમાં એડમીશન ના લઈ શક્યો તો મારે પણ બીજાની જેમ જ મજુરી કરીને જીંદગી ગુજારવી પડે જે મને મંજૂર ન હતું. આવાં વિચારો અને જીંદગીની ગંભિર ચિંતા ચાલી રહી હતી મારાં મગજમાં છેલ્લાં કેટલાંય સમયથી ને આજે તક મળી ગઈ તો વિચર્યું કે જીંદગી નહિ તો શું થયું હું મોત તો મેળવી જ શકું છું! એટલે આ કરવું પડ્યું.
સ્ટેટમેન્ટ તો લખાવી દીધું સાચુ-ખોટું-અર્ધસત્ય જે કંઈ પણ હતું એ. પણ મને ક્યાં ખબર હતી કે મારું આ જ સ્ટેટમેન્ટ મારી જીંદગીમાં મુશ્કેલીઓનો ઘોડાપૂર લઈ આવશે!
અધિકારીએ મારું સ્ટેટમેન્ટ બહાર ફેમિલિનાં માણસોને વંચાવી દિધું અને ત્યાં જેટલાં પણ અન્ય બહારનાં મિત્રો કે પડોશીઓ હતાં એમા વાત ફેલાઈ ગઈ કે મેં ભણવા માટે સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. અને ત્યાર બાદ જે કોઈ પણ મને મળવા-જોવાં આઈ.સી.યુ. મા આવતાં તે લોકો મને કંઈને કંઈ વાત સંભળાવી જતાં..;
મને તો કહેવું હતું! હું મદદ કરતોને તારી.
અન્ય કોઈએ કહ્યું કે.. તું બીજા લોકોને શીખામણ આપતો હોવ છે કે સ્યુસાઈડ ના કરવું જોઈએ અને આજે તે ખુદ જ..! અને એણે તો મને લાફો પણ મારી દીધો!
અને કેટલાંક નાસમજ લોકોએ મારાં સ્ટેટમેન્ટને ગોસિપ બનાવી દીધું અને કેટલાંક વિચારવા લાગ્યાં કે આ તો ડરપોક છે. સાવ વિચિત્ર અને વિકૃત વિચારસરણી વાળો માણસ છે.
આ બધું હું ચુપ-ચાપ જોઈ-સાંભળી રહ્યો હતો. કેમ કે કંઈ કરવા લાયક તો રહ્યું નહોતું.
ઘરના લોકોએ મારો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો કેમ કે એમને હજી પણ એમ હતું કે મારું કોઈક છોકરી સાથે લફડું છે પણ એ નાસમજ લોકોને શું ખબર કે મારે અને છોકરીઓને તો દૂર-દૂર સુધી કંઈ સંબંધ જ નથી. અને એ એવું વિચારી રહ્યાં હતા કે તે લોકો આ બધું કરશે એટલે હુ માનસિક રીતે સાજો થઈ જઈશ અને આવું પગલું નહિ ભરું પણ હકિકત પ્રમાણે એ લોકો મારી જીંદગી વધું મુશ્કેલ બનાવી રહ્યાં હતાં.
૩ દિવસ હોસ્પીટલમાં રહીને ડોક્ટર્સની કમાણી વધારી અને બોનસમાં મેં લોકોની ખરી-ખોટી સાંભળી.
૩ દિવસ બાદ જ્યારે હું ઘરે ગયો એક આશા સાથે કે કદાચ હવે મારી જીંદગી થોડીક સારી અને શાંતિભરી હશે પણ મને ક્યાં ખબર હતી કે મુશ્કેલીઓ ઓછી નહિ પણ વધી ગઈ છે.
ઘરે જતાં જ અડોશ-પડોશનાં લોકો મને જોવા, મળવા આવવા લાગ્યાં જાણે જંગલમાંથી કોઈ પ્રણી લાવવામાં આવ્યું હોય. અને એક પણ વ્યક્તિ મને કંઈક ને કંઈક સંભળાવવાથી ન ચૂકતા. એમાની કોઈ વ્યક્તિ એ નહોતા વિચારતા કે મારાં મન પર શું વિતિ રહી છે.
પરેન્ટ્સે મારાં સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ વ્યર્થ કોશિશ હતી એમની કેમ કે જે લોકો સાથે હું ફક્ત રહેવા ખાતર રહેતો હોવ અને જેમની સાથે ક્યારેય વાત જ નહોતી કરી તો અત્યારે કેવી રીતે વાત કરી શકું! અને વાત કરું તો પણ શું કરું? એમને એવું તો કહી ન શકાય કે હું આ જીંદગીથી કંટાળી ગયો છું અને એનું કારણ તમે લોકો છો. અને એ સિવાય પણ બીજી કેટલીય બાબતો હતી જે હું એ લોકોને નહોતો કહી શકતો કારણ કે જે લોકો મારી ખામોશી સમજી નહોતા શક્યા એ મારાં શબ્દો કેવી રીતે સમજવાના હતાં.
હું સમયનાં વહેણ સાથે જીવવા લાગ્યો. મે સ્ટેટમેન્ટ માં જે પણ લખાવ્યું હતું તે પ્રમાણે મને પેરેન્ટ્સે એડમિશન કરાવી દીધું. થોડાંક મહિના પછી મેં એક નોકરી પણ શરૂં કરી દીધી જેથી હું વધું સમય ઘરથી અને ઘરનાં લોકોથી દુર રહી શકું.
આજે આ બનાવને લગભગ ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું અને જીંદગી પહેલાં હતી તેના કરતા પણ વધારે કપરી બની ગઈ હતી. હવે જીવનમાં એવો સમય આવી ગયો હતો કે મને એહસાસ થયા કરતો કે મારે જીવવા માટે કોઈ કારણ જ નથી રહ્યું કેમ કે મને કંઈ કરવાનું મન જ નથી થતું હવે, અને જાણે એ સ્યુસાઈડ અટેમ્પ્ટમાં હું તો જીવી ગયો પણ મારી ઈચ્છાઓ ન જીવી શકી. મારી જીંદગીમાં એક પણ એવી વ્યક્તિ નથી કે જેને મારી હયાતીનો કંઈક ફર્ક પડતો હોય અને જેની હાજરીથી મને ફર્ક પડતો હોય. આસપાસનાં દરેક માણસો મારાં પાસેથી ફક્ત પોતાનો સ્વાર્થ સંતોષવા માંગે છે. આવી જીંદગી કેવી રીતે કોઈ જીવી શકે?! એટલે આજે ફરીથી મને વિચાર આવ્યો કે હું ફરીથી સ્યુસાઈટ અટેમ્પ્ટ કરૂં પણ હવે તો એ રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે એટલે વિચાર્યું કે હું મનની વાત કાગળ સાથે તો કરી જ શકું છું. એટલે હું મારી જીંદગીની કથની, મારાં કાગળ મિત્રને કહી રહ્યો છું, કદાચ કોઈક તો સમજશે! અને હવે હું ખુદની અંદર કંઈક સારી બબતો શોધું છું જેથી હું મારાં નાદાન-નાસમજ મનને સમજાવીને જીવવા પ્રેરિત કરી શકું

એટલે જ ક્યારેક જીંદગી જીવવાની ઈચ્છા વધી જાય છે ને ક્યારેક ઘટી જાય છે પણ હે! મિત્ર, જ્યારે ઈચ્છા નહિવત થઈ જાય ત્યારે??!!

સ્યુસાઈડ.

ઉદ્દેશ

ઉપ્રોક્ત આ કહાની જ બધું કહી રહી છે કે એક વ્યક્તિને માનસિક રીતે કેટલો ત્રાસ આપવામાં આવતો હોય છે અને એને છુપી રીતે ફરજ પાડવામાં આવે છે કે એ આત્મહત્યા જેવુ ખૂબ જ આકરું પગલું ભરી લે અને એમાંય જાણે કંઈ બાકી રહી જતું હોય એમ આસ-પડોશનાં લોકો મેણાં મારવાની તક તો ચુકતા જ નથી.
જો આપણી આસ-પાસ આવો કોઈ પણ બનાવ બને છે કે કોઈ આત્મહત્યાનો પ્રયાસ કરે પણ જીવિત રહી જાય છે તો તેમનું આવું કરવાં પાછળનું સાચું કારણ જાણવું જોઈએ નહિં કે એમને જાત-જાતની વાતો સંભળાવીએ કેમ કે આપણને નથી ખબર હોતી કે જ્યારે એ વ્યક્તિએ આવું પગલું ભર્યું ત્યારે એ કેવી મુશિબતોનો સામનો કરી રહી હતી. તો આપણે વધું કંઈ નહિં તો એક કોશિશ તો કરી જ શકીએ છીએ કે એને નવું જીવન મળ્યું છે તો જીવવા માટે મદદરૂપ થઈએ અને કોઈક સારી પ્રેરણાંદાયિ વાત કરીએ. કંઈક એવું કરીએ જેથી એને પળ ૨-પળની ખુશી મળે, શાંતિ મળે. એમની  તકલીફને શાંતિપૂર્ણ સાંભળીએ અને એમની કોઈક પ્રકારે મદદ કરીએ.

જો કોઈ વ્યક્તિ આ રીતે સ્યુસાઈડ અટેમ્પ્ટેડ વ્યક્તિને ખરી-ખોટી સંભળાવી રહી હોય અને તમે ત્યાં હાજર હોવ તો તમારી ફરજ છે કે તમે તે વ્યક્તિને સમજાવો કે એ વ્યક્તિએ જે કંઈ પણ કર્યું છે એ પાછળ કંઈક કારણ રહ્યું હશે એને જાણવાની કોશિશ કરો. સળગતી આગમાં ઘી ન હોમો.

આપનો કિમતી સમય આ કથની વાંચવા માટે આપ્યો તે બદલ હું આપનો હૃદયપૂર્વક આભારી છું.


નોંધ: આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. બધા જ પાત્ર કાલ્પનિક છે.


Written By Aryann Shah

Comments

Popular posts from this blog

સંસ્કારોની અનુભૂતિ - 2

પપ્પા ના પાડશે તો હું શું કરીશ! ભલેને ગમે તે થાય, પણ હું પ્રેયસનો સાથ ક્યારેય નહીં છોડું. પ્રત્યુષાને રોજ રાત્રે અંગત ડાયરી લખવાની ટેવ હતી. અઢાર વર્ષની કોલેજકન્યાની દિનચર્યામાં એવી તે કેવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓ બનતી હોય! એટલે પ્રત્યુષાની રોજનીશીનાં પાનાઓમાં આવું-આવું વાચવા મળી શકે- ‘આજે પિનલ નવો ડ્રેસ પહેરીને કોલેજમાં આવી હતી. એને એના પપ્પાના પૈસાનું બહુ અભિમાન છે. ડ્રેસ સુંદર હતો. કલાસની બધી છોકરીઓએ એનાં વખાણ કર્યા, પણ મેં તો એની સામે જોયું જ નહીં. પૈસાદાર હોય તો એના ઘરની! મારે કેટલા ટકા? શું જગત આવા અભિમાની લોકોથી ભરેલું હશે?’ ક્યારેક કેન્ટીનમાં ચા સાથે સમોસા ખાધા એની વાત હોય, પણ આજે પહેલીવાર કંઇક અનોખી ઘટના બની ગઇ. અઢારમા વરસના ઉંબર પર ઊભેલી આ રૂપયૌવનાને આજે એક કોલેજિયન યુવાને પ્રથમ વાર એ વાતનો અણસાર આપ્યો કે પ્રત્યુષા બીજી છોકરીઓ કરતાં અધિક સુંદર છે. ‘એક્સકયુઝ મી, પ્રત્યુષા!’ એની બાજુના કલાસમાં ભણતા એક યુવાને એને સાવ અચાનક આ રીતે રોકીને વાત કરવાની અનુમતિ માગી. કોલેજ ચાલુ થવાને હજુ થોડીક વાર હતી. છોકરા-છોકરીઓની અવર-જવર ચાલુ હતી. જગ્યા પણ એકાંતવાળી ...

'Love_A Thousand Miles Close'

'Love_A Thousand Miles Close' - a short yearning love story I am sorry I can't introduce myself right now, because I am running. The sun has not set yet but it is dark. There are dark clouds all over the sky and they are filling the air with water. It seems as if today they are going to cry all of their tears away. I am trying to run as fast as I can but the rain is faster than me. So far it hasn't let me win. The wind and rain are trying to stop me but I am not going to let them do that. The wind is firing the rain drops like bullets on my face but nothing is going to stop me today because today I have to reach for a place, I have to reach for my life, I have to reach for the bench; yes___ the bench. I go pass the lamppost that is only illuminating the rain. I cross the road, jump over the wooden fence and land into the world of my yesterdays. It was raining, but that day it was not raining to stop me, rather it took me to places. Places that I had always...