Skip to main content

જીવન જીવવાની કળા 1


જીવન જીવવાની કળા - 1

 'પપ્પા, મારે ફટાકડા ફોડવા છે.’ પાંચ વરસનો શૈવ દિવાળીની ઊજવણી માટે થનગની રહ્યો હતો : ‘લાવી આપશોને, પપ્પા?’ ‘ના, બેટા.’ ત્રીસ વરસના શાશ્વતના નકારમાં ભારોભાર ઉદાસીનો પાશ હતો. ‘નવાં કપડાં’ ‘ના, બેટા.’ ‘મીઠાઈઓ તો ખરી ને, પપ્પા?’ ‘ના, એ પણ નહીં.’ ‘તો રંગો…? મારે રંગોળી બનાવવી છે. દાદાજી, તમે કેમ કંઈ બોલતા નથી? પપ્પા, મને રંગોળી પૂરવાનું બહુ ગમે છે. મારે રંગો જોઈએ..એં…એં…એં..’ ‘બદમાશ! ખોટી જીદ કરે છે? લીધી વાત મૂકતો નથી! લે, આ રંગ! લે…લે…’ ચિડાયેલા શાશ્વતે એકના એક માસૂમ પુત્રના નાજુક ગાલ ઉપર ઉપરાછાપરી બે-ત્રણલાફા ચોડી દીધા. પછી એણે શું કરી નાખ્યું એનું ભાન થતાંની સાથે એ પોતે જપોક મૂકીને રડી પડયો : ‘બેટા, ગયા વરસે દિવાળીના દિવસે જ તારી મમ્મી આપણનેછોડીને ચાલી ગઈ છે. આપણા ઘર માટે દરેક દિવાળી હવે હોળી છે. આપણે શેની ઉજવણીકરીએ, દીકરા!’ પપ્પાને રડતા જોઈને દીકરો છાનો રહી ગયો : ‘મમ્મી કયાં ચાલી ગઈ છે, પપ્પા?’ ‘ભગવાનના ઘરે.’ શાશ્વત એક વર્ષ પહેલાંની એ કમભાગી રાતે ફાલ્સીપેરમ મેલેરિયાના ભડભડતા તાવમાં તરફડતી શૈલીને જોઈ રહ્યો. ઘરનું વાતાવરણ બોઝીલ બની ગયું. આખા શહેર ઉપર દિવાળીનો રંગ-ઉમંગ વીજળીનાકરંટની જેમ ફરી વળ્યો હતો. ફકત એક જ ઘર અમાસનો કાળો કામળો ઓઢીને બેઠુંહતું, કારણકે બરાબર એક વરસ પહેલાં આ ઘર ઉપર કાળનું કાળમુખુનું કરવત બેરહેમબનીને ત્રાટકયું હતું. ઘરની લક્ષ્મીને બાર કલાકની બીમારીમાં ઝૂંટવીનેચાલ્યું ગયું હતું. પાછળ રહી ગયા હતા ત્રણ પુરુષો; પાંચ વરસનોશૈવ, ત્રીસ વરસનો શાશ્વત અને સાંઇઠ વરસના શાંતિલાલ. કુટુંબની એકમાત્રસ્ત્રી હવે ઘરની ભીંત ઉપર ફ્રેમમાં મઢાયેલી છબી બનીને ઝૂલી રહી હતી. એનીઉપર ઝૂલી રહ્યો હતો કરમાયેલા ફૂલોનો હાર. આ ઘરમાં હવે દીપકનો ઉજાસ નહોતો, જિંદગીનાં કોડિયામાં શ્રદ્ધાનું તેલ નહોતું, ચેતનાની વાટ નહોતી, સુખનાંકિરણો નહોતાં. એ હવે કયારેય પાછાં ફરવાનાં ન હતાં. દાદા શાંતિલાલસૌથી પહેલાં સ્વસ્થ થયા : ‘શાશ્વત, શૈવને શું ગતાગમ પડે કે મા કોને કહેવાયઅને મોત કોને કહેવાય? ભલે આપણા ઘરમાં ફટાકડા અને મીઠાઈઓ ન શોભે, પણ એનેરંગો તો અપાવ…! બાળક છે બિચારો! રંગોળીનો શોખ છે એને તારી જેમ. યાદ છે તને? તું નાનો હતો, ત્યારે દિવાળીમાં મોડી રાત સુધી…!!’ રુરુરુ ‘બેટા, રાતનો એક વાગ્યો. ઊંઘી જા હવે.’ મમ્મીએ દસ વરસના શાશ્વતને માથેવહાલથી હાથ ફેરવ્યો : ‘કાલે બેસતું વરસ છે. સવારે પાંચ વાગે ઊઠવાનું છે.’ નાનકાડો શાશ્વત ફળિયામાં રંગોળી પૂરતો હતો. ભોંય ઉપર ઊંધો પડીને ડ્રોઇંગબુકમાંથી જોઈ-જોઈને એણે સુંદર ડિઝાઈન ઉપસાવી હતી. મમ્મીના આદેશને માન આપીનેએ ઊભો થયો: ‘સવારે મને પણ વહેલો જગાડી દેજે, મમ્મી. બધાં લોકો મળવા આવશે.મેં દોરેલી રંગોળી જોશે. આંખો ચાર થઈ જશે. પેલી ચિબાવલી શાલુ તો મોંમાંઆંગળા નાખી જશે. મને ઉઠાડવાનું ન ભૂલતી, હોં મમ્મી!’ મમ્મીએ એનેજાણી જોઈને પાંચને બદલે સાત વાગે ઉઠાડયો. જાગીને શાશ્વત સીધો જ ફળિયામાંદોડી ગયો. પણ આ શું? એણે જીવ રેડીને, જાગરણ કરીને બનાવેલી રંગોળી વિંખાઈ ગઈહતી! એના રંગો એકબીજાની સરહદો ઓળંગીને ભેળસેળ થઈ ચૂકયા હતા. બાજુમાંખડખડાટ હસતી શાલુ ઊભી હતી. શાલુ… શાલ્મલિ…પડોશમાં રહેતા જયંતીભાઈ અનેજશુબેનની છોકરી. શાશ્વતને માટે રમવા કરતાંયે વધુ રોજ ઝઘડવા માટેની સાથીદાર. ‘મારી રંગોળી કેમ વીંખી નાખી? લુરચી! ઇર્ષાળુ? એને પાછી સરખી કરી આપ. જેવીહતી એવી જ. નહીંતર તારી કિટ્ટા.’ નવા વરસના પહેલા દિવસે ‘સાલ મુબારક’નીશુભ શરૂઆત આ કિટ્ટાથી થઈ. શાલુએ એને ઘણું સમજાવ્યો કે રંગોળી એણેનથી બગાડી. સવારના પહોરમાં સાલમુબારક કરવા માટે આવેલા કોઈ મહેમાનનો પગઅજાણતા એની ઉપર પડી ગયો હતો પણ શાશ્વત માને તો ને? એણે તો શાલુડીને રંગોળીપાસે રંગેહાથ પકડી પાડી હતી! છેવટે બંનેની મમ્મીઓએ જ યુનાઈટેડનેશન્સની ભૂમિકા ભજવવી પડી : ‘બેટા, શાલ્મલિ! એ તો અનાડી છે. નહીં સમજે. પણતું ઠરેલ છે. એ કહે છે એમ કરી આપ. ભલે ગાંડિયો રાજી રહેતો.’ અનેશાલ્મલિએ એક કલાકની ધીરજપૂર્વકની જહેમતથી રંગો સરખા કરી આપ્યા. રંગોળીથી એનાનકડા ઘરનું નાનકડું ફળિયું ફરીથી ઝગમગી ઊઠયું. ગાંડિયો રાજી થઈ ગયો. એનેખુશ જોઈને શાલ્મલિ પણ રાજી થઈ ઊઠી. બચપણની દોસ્તી ઉપરકિશોરાવસ્થાનાં કામણ ચડતા ગયાં. ભોળપણ અને નિર્દોષતાના વૃક્ષ ઉપર આકર્ષણઅને પ્રીતના કેસૂડાં બેઠાં. અને પછી અચાનક એક દિવસ શાલ્મલિના પપ્પાની બદલીથઈ ગઈ. એ લોકો શહેર છોડીને ચાલ્યા ગયા. સરકારી તંત્ર હતું. બે-ચાર વાર બદલીથયા પછી એમનું પગેરું પણ ગુમ થઈ ગયું. વીસ વરસના શાશ્વતને લાગ્યું કે ફરીએક વાર કુદરતે એની તૈયાર થયેલી રંગોળી વીંખી નાખી. એ પછીના ત્રીજા વરસે એમમ્મી-પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે પરણી ગયો. જિંદગીની પ્રત્યેક રાતદિવાળી બની ગઈ અને દરેક દિવસ બેસતું વરસ. રુરુરુ મૃત પત્નીની યાદમાં આંસુ સારતો શાશ્વત ઊભો થયો. સ્લીપર કાઢીને એણે ચંપલ પહેર્યા. શાંતિલાલે બહાર જવાની તૈયારી કરતા પુત્રને પૂછયું : ‘રંગો લેવા જાય છે?’ ‘ના, ટિફિન માટે જઉં છું. ભૂખ નથી, પણ પેટ તો છે ને!’ કોરી આંખે શાશ્વતબહાર નીકળ્યો. સોસાયટીના ઝાંપાની સામે આવેલા ‘અન્નપૂર્ણા ભોજનાલય’માં જઈપહોંરયો. ત્રણેય જણનું સવાર-સાંજનું ટિફિન આ લોજમાંથી જ બંધાવેલું હતું.થડા ઉપર બેઠેલા ભટ્ટજી એને આવેલો જોઇને ડઘાઈ ગયા: ‘ભ’ઈ, બળ્યું! આજેયલોજનું જમશો? પહેલેથી કહી મે’લ્યું હોત તો રોટલીને બદલે વેઢમી તો બનાવતે!’ શાશ્વતે ચૂપચાપ ભરેલું ટિફિન હાથમાં પકડયું અને પીઠ ફેરવી ગયો. ઘરે આવ્યોત્યારે દૃશ્ય બદલાયેલું હતું. દાદા શાંતિલાલે પૌત્ર શૈવને છાનો રાખવામાટેનો પ્રબંધ કરી લીધો હતો. સફેદ ચોકનો ભૂકો, ઘરમાં પડેલા અબિલ-ગુલાલ, પીળા રંગ હળદરનો અને કાળો ભૂકો કોલસાનો; રંગોળીમાં પૂરવાનો કાચો માલ તૈયારહતો. ‘પપ્પા, હમણાં ભૂખ નથી.’ શૈવના ગાલ ઉપર થીજેલા આંસુ હતા અને જીભ ઉપર થનગનાટ: ‘પહેલાં આ રંગોળી પૂરી કરી લઉં.’ રંગોળીમાં રંગ પૂરતા મોડું થઈ ગયું. શાશ્વત અને શાંતિલાલ જમવાની તૈયારીમાંપરોવાયા. શૈવને માટે બૂમ પાડે ત્યાં જ શૈવની રોકકળ સંભળાણી. ‘પપ્પા, દાદા….! જુઓને, કોઈએ મારી રંગોળી બગાડી નાખી. હું સહેજ હાથ ધોવા માટે બાથરૂમમાં ગયો ત્યાં તો આમણે…..’ શૈવનું આરોપનામું સાંભળીને દાદા-પપ્પા દોડી ગયા. ડ્રોઇંગરૂમના બારણા પાસેવેરવિખેર રંગોળી હતી, આંસુમાં તરબોળ શૈવ હતો અને રંગોળીને અડીને એક યુવાનસ્ત્રી ઊભી હતી. યુવાન પણ, રૂપાળી પણ અને જાજરમાન પણ. ‘કોણ? કોનુંકામ છે?’ શાંતિલાલ આગળ હતા. એમણે અજાણી યુવતીની ઓળખ પૂછી. પાછળ ભેલોશાશ્વત અવાચક્ બનીને યુવતીની મોંકળા ઉકેલી રહ્યો હતો. ‘કાકા, મને નઓળખી? હું શાલુ. તમારા પાડોશી જેન્તીભાઈની શાલ્મલિ. મુંબઈથી આજે જ આવી.લોજમાં જમવા ગઈ, ત્યાં શાશ્વતને જોયા. ભટ્ટજી સાથેનો એમનો સંવાદ કાનોકાનસાંભળ્યો. પછી ભટ્ટજીએ બધી વાત પણ કહી સંભળાવી. મને થયું કે…..’ ‘બેટી શાલુ! તું આવી તે….. સારું કર્યું….. પણ ઘરમાં તને આવકારવા માટે …….’ શાંતિલાલનો અવાજ રૂંધાયો. નાનકડો શૈવ પગ પછાડી રહ્યો હતો: ‘મારી રંગોળી…. એં…..એં. બગાડી નાખી ….. પાછી હતી એવી કરી આપો…. એં…..એં……એં……’ દાદાએ આંખમાં ભીનાશ સાથે શાલ્મલિને વિનંતી કરી: ‘શાલુ, બેટા! તારું કપાળસૂચવે છે કે તું હજુ કુંવારી છે. તને વાંધો ન હોય તો અમારા ઘરમાં અત્યારેબબ્બે રંગોળી વિંખાયેલી પડી છે….. એ બેયને… તું તો ઠરેલ અને ડાહી છે….. આગાંડિયાઓ રાજી થશે…..’ શાંતિલાલ આગળ કશું બોલી ન શકયા. બોલવાની જરૂર પણ નહતી. શાલ્મલિ એમના આદેશને આશીર્વાદ ગણીને જમીન ઉપર બેસી ગઈ હતી અને થોડુંઅબિલ-ગુલાલ સેંથામાં અને બાકીનું રંગોળીમાં પૂરી રહી હતી. દિવાળીનો ઉલ્લાસઆખા શહેર કરતાં પણ અનેક ગણો વધારે આ ઘરમાં હતો!


Author : UNKNOWN

Comments

Popular posts from this blog

મારી કહાની મારી જ જુબાની.. (gujarati)

મારી કહાની મારી જ જુબાની.. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે.. એ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ખરાબ-ખરાબ વિચારો આવવાના શરૂ થઈ ગયાં. ભૂતકાળમાં વિતી ગયેલી પળો આજે અચાનક જ યાદ આવવા લાગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો. આ મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો જ્યારે હું આટલું ધૈર્ય રાખીને કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરે-ધીરે સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકાવી. પણ હજી પણ મને સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોતની આશા પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં. ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિ

અણધાર્યા સંબંધોની વેદના..

મારાકન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનોઅવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એકજોરદાર અવાજ આવ્યો , બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોયએવો ! મેં ઉપર જોયું. ખરેખર , એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક , સાડા છ ફીટનીઉંચાઈ , કદાવર દેહ , શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજદાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે ! શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપરમોટી મોટી આંખો , દુશ્મનને ડારી નાખે , પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવીલાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે , પણ સાવ કવિ જેવો સ્ત્રૈણભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે. મેં ઉપર જોયું , ત્યારે એ મને ‘ સેલ્યુટ ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાનીસલામ કરવાની વાત મને ગમી , પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકોઆટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું ન

મજાની લાઈફ

અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો. ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે." યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું, " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? " યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. " વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? " યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે." વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે,